Bank’s History
Bank’s History
ઉમા કો-ઓપ. બેન્ક લિમિટેડ, વડોદરા
ચેરમેનશ્રીનું નિવેદન
માનવંતા સભાસદ ભાઈઓ તથા બહેનો,
આપણી બેન્કની ૪૩મી વાર્ષિક સાધારણ સભામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી તથા અંગત રીતે આપ સૌનું સ્વાગત કરતાં આનંદની
લાગણી અનુભવું છું. વર્ષ દરમ્યાન બેન્કે દરેક ક્ષેત્રમાં સંતોષકારક પ્રગતિ કરેલ છે, જે આપ સૌના સંયુક્ત પ્રયાસ તથા સહકારને
આભારી છે.
વિતેલ વર્ષ દરમિયાન આપણા સ્વજન એવા સભાસદો તથા ખાતા ધારકો એક યા બીજા કારણોસર પરલોક સિધાવ્યા છે. તેમજ વર્ષ
દરમિયાન આતંકવાદ સાથેની લડતમાં આપણા બહાદુર સૈનિકો અને સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે. ઉપરાંત પુર, ધરતીકંપ જેવી કુદરતી
આઠતો માં આપણ દેશવાસીઓ મૃત્યુ પામ્યા છે. હું આ સર્વ દિવંગતો માટે ઉમા બેન્ક પરિવાર વતી સંવેદના અને સહાનુભૂતિની
લાગણી વ્યક્ત કરું છું અને એમના માનમાં બે મીનીટ મૌન પાળવા આપને વિનંતી કરું છું.
આપ સૌને જણાવતાં આનંદ થાય છે સઘન પ્રયાસો થકી આપણી બેંકનું એન.પી.એ. વર્ષાન્તે રૂ।. ૬.૩૩ કરોડ થી ઘટીને ૪.૭૯ કરોડ
થયુ. ગત વર્ષમાં ધિરાણમાં નજીવા ઘટાડા પછી આ વર્ષે બોર્ડ સભ્યોના સઘન પ્રયાસ થકી, ધિરાણો રૂ।. ૭૫.૬૬ કરોડ થી વધીને રૂા.
૮૬.૧૦ કરોડ થયા. જે ૧૩.૭૯% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. થાપણોના પાછલા બે વર્ષના ઘટાડાના વક્ષણને આ વર્ષે આપની
બેન્ક સફળ રીતે અટકાવી શકી છે. કુલ થાપણો ૧૩૧.૬૭ કરોડથી વધીને ૧૩૩,૧૩ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૧.૯૮ કરોડથી
વધીને ૨.૨૦ કરોડ સુધી પંહોચેલ છે. આ તમામ સિધ્ધીઓ માટે હું મેનેજીંગ ડીરેક્ટરશ્રી, તમામ ડીરેક્ટરશ્રીઓ, જનરલ મેનેજરશ્રી,
શાખા મેનેજરો, ઓફીસર્સ તથા બાકીના બેન્કના તમામ કર્મચારીઓને અંતઃપૂર્વક અભિનંદન આપું છું. સાથોસાથ ઉમા બેન્ક
પરિવારના માનવંતા ગ્રાહકો અને સભાસદો સૌનો આભારી છું, કારણ કે ઉપરોક્ત સિધ્ધીઓ આપ સૌના સહકાર વિના શક્ય ન હતી.
વિતેલું વર્ષ આર્થિક અને સામાજિક ક્ષેત્રે પડકારભર્યું રહ્યું. યુકેન યુદ્ધ અને ઠેર ઠેર પર્યાવરણીય સમસ્યાઓના કારણે નવા નવા પડકારો
ઉભા થઈ રહ્યા છે. સદર પડકારોની આર્થિક અસરોમાંથી બેન્કીંગ ક્ષેત્ર મુક્ત રહ્યું નથી. સદર પરિબળોએ બેન્કિંગ ક્ષેત્ર સામે મોટો
પડકાર ઉભો કર્યો છે. આપને જણાવતાં સંતોષ અનુભવું છું કે આપણી બેન્કે આ અંગે પૂરતા પગલાં ભર્યા છે અને બેન્કની સ્થિતિને
ખાસ કોઈ વિપરિત અસર થયેલ નથી. એનપીએમાં કોઈપણ ખાતાનો વધારો ન થવો તથા જુના ખાતાઓમાં ૨૪% નો ઘટાડો થવો,
એ આ બાબતની પુષ્ટિ કરે છે.
નીચેના કોષ્ટક પરથી દેખાય છે કે થાપણોમાં ૧.૧૫% ના વધારા અને ધિરાણમાં ૧૩.૭૯% ટકાના વધારા બાદ બેંકે રૂ।. ૨૨૦.૩૬
લાખનો નફો કરેલ છે જે ગયા વર્ષની સરખામણીએ વધારે છે. સાથે સાથે ગ્રોસ એનપીએમાં ઘટાડા સાથે રીઝર્વમાં ફાળવણી બાદ
વધારો થરો. આ વર્ષે અંદાજપત્રમાં બતાવ્યા પ્રમાણે આપણી બેન્ક સિદ્ધિના નવા સોપાનો સર કરશે, એવો અમને વિશ્વાસ છે.
